અરવલ્લી જિલ્લાનું ચતુર્થ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન શ્રી એચ. એલ. પટેલ સરસ્વતી વિધાલયમાં યોજાઈ ગયો. જી. સી.ઈ.આર.ટી. ડાયેટ ઈડર, જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આયોજિત આ પ્રદર્શનમાં પ્રાથમિક-માધ્યમિક-ઉ.મા. ની કુલ પ૦ કૃતિઓ રજૂ થયેલ હતી. સતત ત્રણ દિવસ માટે જિલ્લાની અનેક શાળા-વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યુ હતુ. શાળાના પ્રિ. ડૉ. જિજ્ઞેશ સુથાર અને સરસ્વતી વિધાલય પરિવાર ધ્વારા સુંદર આયોજન કરાયેલ હતુ.
પ્રદર્શનનું ઉદ્ઘાટન માન. કલેકટરશ્રી એમ. નાગરાજનના હસ્તે કરાયેલ હતુ. જેમાં મંડળના પ્રમુખશ્રી મોહનભાઈ તથા સાયન્સ કોલેજના પ્રિ. ડૉ. કે.પી. પટેલ, અમૃતભાઈ, આર. કે. પટેલ તથા નરેશભાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી.
સમાપન સમારંભમાં જિલ્લા પ્રમુખ શ્રીમતિ હંસાબેન, ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, બોર્ડ સચિવશ્રી દિનેશભાઈ તથા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જસુભાઈ ઉપસ્થિત રહેલ હતા.
વિવિધ સંઘોના પ્રમુખ ઉપરાંત કટારલેખક ડૉ.સંતોષ દેવકર, મંડળના મંત્રીશ્રી રણછોડભાઈએ આશીર્વચન આપેલ હતા.
ડાયેટ ઈડરના પ્રાચાર્યશ્રી પોરાણિયા સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.પી. ઝાલા, જિલ્લા પ્રાથમિક શિક્ષક શ્રી ડૉ. એ.કે. પટેલ તથા પ્રિ. ડૉ. જિજ્ઞેશ સુથારે સમગ્ર કાર્યક્રમની સફળતા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.